આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

હિંદુ મંદિરના લોકાર્પણ: PM મોદીએ UAEનો તમામ ભારતીઓ વતી આભાર માન્યો

UAEમાં આયોજિત પ્રથમ હિંદુ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE સરકારનો આભાર માન્યો અને કહ્યું કે UAE સરકારે ભારતના 140 કરોડ લોકોના દિલ જીતી લીધા છે. તેમણે કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવ ઇતિહાસનો નવો સુવર્ણ ઇતિહાસ લખ્યો છે. આજે અબુધાબીની ધરતી પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને તેની પાછળ વર્ષો જૂનું સપનું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ” શેખ મોહમ્મદ બિન ઝાયેદની ઉદારતા માટે ધન્યવાદ શબ્દ ખૂબ જ નાનો લાગે છે. હું ઈચ્છું છું કે UAE અને ભારત જ નહીં, પરંતુ આખી દુનિયા તેમની ઉદારતા માટે તેમને ઓળખે. 2015 માં જ્યારે હું અહીં આવ્યો ત્યારે હિઝ હાઇનેસ સમક્ષ મેં આ વિચાર અને ભારતના લોકોનું સ્વપ્ન મુક્યું હતું, તેમણે આંખના પલકારામાં હા પાડી. તેમણે ખૂબ જ ઓછા સમયમાં મંદિર માટે આટલી વિશાળ જમીન પ્રદાન કરી. 2018માં જ્યારે હું ફરીથી UAE આવ્યો ત્યારે મંદિરના બે મોડેલ હિઝ હાઈનેસની સામે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે મંદિર બનશે ત્યારે તે સંપૂર્ણ ભવ્યતા સાથે બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જ્યારે મંદિર બને ત્યારે તે મંદિર જેવું દેખાવું જોઈએ. જે યુએઇ બુર્જ ખલીફા, શેખ મસ્જિદ અને અન્ય ઊંચી ઇમારતો માટે જાણીતું હતું તેમાં વધુ એક અધ્યાય જોડાઇ ચૂક્યો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે મંદિર ભવિષ્યમાં યુએઈમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો કરશે અને લોકોથી લોકોનું જોડાણ પણ વધશે. તેમણે કહ્યું, “ભારતના કરોડો ભારતીયો અને વિશ્વભરમાં રહેનારા ભારતીયો તરફથી હું રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદનો હૃદયપૂર્વક આભાર માનું છું.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x