ગુજરાત

SP કચેરી હિંમતનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ

મોડાસા શહેરના રૂપ નગરમાં રહેતા અને SP કચેરી હિંમતનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા આ પોલીસકર્મીએ એક વીડિયો વાયરલ કર્યો હતો, જે આજે સાંજે ચાર કલાકે સામે આવ્યો હતો. આ વીડિયોમાં તેણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાને ન્યાય અપાવવા વિનંતી કરી છે.

વીડિયોમાં આ પોલીસકર્મીએ રમેશ પંચાત્રાનો પુત્ર સંકેત પંચાત્રા, એ.ટી પટેલ સહિત અન્ય શખ્સના નામનો ઉલ્લેખ કરી સાથે અન્ય શખ્સ ખોટી રીતે અરજીઓ કરી, માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x