ahemdabad

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ: 148 રિક્ષા ડીટેઈન કરાઈ

શહેરમાં સૌથી વધુ રિક્ષાચાલકો ટ્રાફિકનો ભંગ કરતા હોય છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. અને ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે. ટ્રાફિક પૂર્વના DCP સફીન હસન દ્વારા મોડીફાઇડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રિક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટંટ બાજી કરતા રિક્ષા ચાલકો, વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા પૂર્વમાં તમામ ટ્રાફિક પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 148 રિક્ષા ચાલકોને ડ્રાઇવ દરમિયાન ઝડપીને MV એકટ મુજબ રિક્ષાઓ ડિટેઈન કરવામાં આવી છે. માત્ર 24 કલાક જ પોલીસે પૂર્વ વિસ્તારમાંથી 148 રિક્ષા જમા કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x