કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ
લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરન્ટી આપવાના મુદ્દે રવિવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય પ્રધાનો વચ્ચે યોજાયેલી ચોથા રાઉન્ડની બેઠકમાં કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે, પરંતુ આ માટે ખેડૂતોને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઇ) સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના રહેશે.