મુખ્યમંત્રી પટેલે 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના ૧૬ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે. સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના ૬ ગામ; રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકા, જૂનાગઢ જિલ્લાના પાંચ ગામ; ચોરવાડી, સમઢીયાળા, ધંધુસર, મટીયાણા, બાલાગામ, જામનગરના ત્રણ ગામ; પીપર, વાકીયા, સીદસર ઉપરાંત બોટાદ જિલ્લાના એક ગામ અડતાળા અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના એક ગામ મહુવર, એમ કુલ ૧૬ ગામોનો સમાવેશ થાય છે.