ગાંધીનગર

સે-ર૪માં પરિણીતાનો ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત

images
ગાંધીનગર શહેરના સે-ર૪ આદર્શનગર વસાહતમાં રહેતી ર૩ વર્ષીય પરીણીતાએ આજે સવારના સમયે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ અને તેના દિયર ઘરે હતા તે દરમ્યાન પોતાના રૃમમાં જઈ આ અંતિમ પગલું ભરી લીધું હતું.

ઘટના અંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૃ કરી છે. પરિણીતાનો લગ્નગાળો સાડા ચાર વર્ષનો હોવાની વધુ તપાસ ગાંધીનગર ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-ર૪ આદર્શનગર વસાહતમાં રહેતાં નવદીપ બારોટે સાડા ચાર વર્ષ અગાઉ વડોદરામાં રહેતી શ્રેયા નામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નવદીપ ગાંધીનગરમાં કોરીયોગ્રાફર તરીકે કામ કરે છે. આજે સવારના સમયે નવદીપ ઘરે બેઠો હતો જ્યારે તેનો ભાઈ નહાવા માટે ગયો હતો.

આ સમયે શ્રેયા પોતાના રૃમમાં આરામ કરવા માટે ગઈ હતી. જો કે શ્રેયાના રૃમનો દરવાજો ખખડાવતાં તેણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો. જેથી નવદીપ અને તેનો ભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. બારીમાંથી જોતાં શ્રેયા પંખે લટકતી હાલતમાં જોવા મળી હતી. જેથી દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને શ્રેયાના તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખસેડી હતી તો ફરજ ઉપરના તબીબે તેેને મૃત જાહેર કરી હતી.

આ ઘટના અંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઈ ટી.બી.પંડયા સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લગ્નગાળો સાડા ચાર વર્ષનો હોવાથી આ ઘટનાની વધુ તપાસ ગાંધીનગર ડીવાયએસપીને સોંપવામાં આવી છે. જો કે હજુ સુધી પરીણીતાના આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા તેના પિયરીયાઓના નિવેદન લેવામાં આવી રહયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x