ગાંધીનગર

સેક્ટર-૨૯ની બાંધકામ સાઇટને મેલેરિયા વિભાગે નોટિસ ફટકારી

images (1)
ગાંધીનગરના સેક્ટર-૨૯માં સરકારી આવાસ બનાવવા માટે બાંધકામ ચાલી રહ્યું છે. અહીં ઠેર ઠેર પાણી ભરવાના કારણે મચ્છરો ઉત્પન્ન થાય છે અને અહીના મજુરો ઉપરાંત આસપાસના રહિશોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે.

તેવી સ્થિતિમાં ગાંધીનગર કોર્પોરેશનની મેલેરિયાની ટીમ દ્વારા આજે તપાસ કરતાં અહીંથી આરોગ્ય વિષયક ગંભીર ત્રુટીઓ જણાતાં તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે. બે દિવસમાં યોગ્ય કાર્યવાહી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં નહીં આવે તો સાઇટ સીલ કરવા સુધીના પગલાં પણ ભરાશે.

અગાઉ બે વખત કોર્પોરેશનની મેલેરિયારની ટીમે સેક્ટર-૨૯માં સરકારી આવાસોનું કામ કરતી બાંધકામ સાઇટમાં ચેકીંગ કર્યું હતું જેમાં મચ્છરોનું મોટા પ્રમાણમાં બ્રીડીંગ મળી આવ્યું હતું. જેના પગલે આ સાઇટના કોન્ટ્રાક્ટર કતીરા કન્ટ્ર્ક્શન કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી અને ફરી અહીં મચ્છરો ઉત્પન્ન ન થાય તેમજ મજુરોનું નિયમીત સ્ક્રીનીંગ કરવા માટે પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં અહીં પરિસ્થિતી ઠેરની ઠેર જ છે.

આજે મેલેરિયા વિભાગની ટીમે અહીં તપાસ કરી ત્યારે આ વિસ્તારમાં આરોગ્ય વિષયક ગંભીર ત્રુટીઓ મળી હતી. જેના પગલે પાટનગર યોજના વિભાગ-૪ ગાંધીનગર વતી કતીરા કન્ટ્રક્શન કંપનીને કોર્પોરેશને નોટિસ આપી છે. એટલું જ નહીં બે દિવસમાં અહીં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ એક્ટની કલમ હેઠળ દંડ સહિત સાઇટ સીલ કરવા સુધીના પગલા પણ ભરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x