ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર

લોકસભા ચૂંટણીને થોડા મહિના બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. આ યાદીમાં દેશની 100થી વધુ હાઈ પ્રોફાઈલ બેઠકો પણ છે. વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે ગુજરાતના 15 બેઠકના ઉમેદવાર પણ જાહેર કર્યા છે.

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના આ ઉમેદવારોના નામ

કચ્છ – વિનોદભાઈ ચાવડા

બનાસકાંઠા – રેખાબેન ચૌધરી

પાટણ – ભરત ડાભી

ગાંધીનગર – અમિત શાહ

અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા

રાજકોટ – પુરષોત્તમ રૂપાલા

પોરબંદર – મનસુખભાઈ માંડવિયા

જામનગર – પૂનમબેન માડમ

આણંદ – મિતેષભાઈ પટેલ

ખેડા – દેવુસિંહ ચૌહાણ

પંચમહાલ – રાજપાલસિંહ જાદવ

દાહોદ – જશવંત સિંહ ભાંભોર

ભરૂચ – મનસુખભાઈ વસાવા

બારડોલી – પ્રભુભાઈ વસાવા

નવસારી – સી.આર. પાટીલ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x