પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે
ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે લોકસભાની આગામી ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બાદ સમગ્ર દેશમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જશે. ચૂંટણીનું બ્યુગલ વાગે તે પહેલા જ પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. વડાપ્રધાનના ભાવિ કાર્યક્રમો અંગે જણવા મળ્યા મુજબ,
પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ મોદી રાજધાની દિલ્હીમાં પણ એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી શકે છે.મીડિયા અહેવાલો અનુસાર પીએમ મોદી તેમના 12 રાજ્યોના પ્રવાસ દરમિયાન કુલ 29 કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.