આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ
આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ છે. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીએ 22500નું રેકોર્ડ સ્તર પાર કર્યું છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મિશ્ર એક્શન છે. આ પહેલા શનિવારે ખાસ ટ્રેડિંગ ડે પર સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 73,806 પર બંધ થયો હતો. વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં અત્યારે ફ્લેટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. એશિયાના બજારોમાં ઉછાળો જોવા મળી શકે છે. શુક્રવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ લગભગ એક ક્વાર્ટર ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ 0.8% ના વધારા સાથે અને Nasdaq 1% થી વધુ ના વધારા સાથે બંધ થયો હતો. આ ત્રણેય ઈન્ડેક્સ નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.