સ્કૂલો વિદ્યાર્થીની ફી બાકી હશે તો પણ બોર્ડ પરીક્ષાની રિસિપ્ટ રોકી શકશે નહિ
ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ સાયન્સ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ ઓનલાઈન જાહેર કરાયા બાદ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને આજે વિતરણ પણ કરી દેવાયુ છે. પરંતુ ફી બાકી હોય તો કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપતી ન હોઈ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા આ મુદ્દે સ્કૂલોને ખાસ તાકીદ કરવામા આવી છે કે પરીક્ષાની રિસિપ્ટ વિદ્યાર્થીઓને આપી દેવામા આવે.
અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે જો વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ સ્કૂલ બોર્ડ પરીક્ષાની રીસિપ્ટ રોકી ન શકે. ફી માટે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડી શકાય. નિયમ મુજબ વાલીએ ફી ભરવી પડે છે પરંતુ જો કોઈ કારણોસર પુરી ફી ભરી ન શકાઈ હોય કે થોડી ઘણી બાકી હોય તો શૈક્ષણિક વર્ષના અંત સુધી કે પરિણામ સુધીમાં ભરી દેવી જોઈએ. પરંતુ હાલ બાકી ફી માટે કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓની રા સ્કૂલ બોર્ડ પરીક્ષા રિસિપ્ટ રોકી ન રાખે. શહેર ડીઈઓ કચેરીની હેલ્પ લાઈન પર પણ ઘણા વિદ્યાર્થીઓ-વાલીઓની ફરિયાદો હોલ ટીકિટ સ્કૂલ દ્વારા અપાતી ન હોવાની ફરિયાદો આવતી હોય છે.