ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે

લોકસભા ચૂંટણી અગાઉ આજે અનેક નેતાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે. તે સિવાય એનએસયુઆઇના પૂર્વ નેતાઓ દિગ્વિજય દેસાઈ , ભુપેન્દ્રસિંહ ચૌહાણ, વિશાલ સોલંકી, નવલસિંહ દેવડા, બકુલસિંહ, વિપુલભાઈ દેસાઈ અને આર બી જેઠલજ સહિત અનેક લોકો ભાજપમાં જોડાશે. ગઇકાલે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતુ. અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધુ હતું. અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, યુવાકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલ હતો. કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી. થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x