સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ માટે શપથવિધિ સમારોહ યોજાયો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ગાંધીનગર સેક્ટર 12 સિવિલ કેમ્પસ માં સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ માટે શપથ વિધિ સમારોહનુ આયોજન તા.4/3/2024 ના રોજ કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં, ઉદ્ ધાટક તરીકે શ્રી મફતભાઇ પટેલ, દાતાશ્રી સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ, , મુખ્ય મહેમાન તરીકે ભાઈલાલભાઈ પટેલ સી એ સંવેદના ફાઉન્ડેશન તથા ખાસ મહેમાન તરીકે ડૉ નિયતિ લાખાણી, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ગાંધીનગર સિવિલ તથા બિંદિયા તિવારી, નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ ગાંધીનગર સિવિલ, તથા ગાંધીનગર સિવિલના સ્ટાફ સભ્યો તથા પ્રિન્સિપાલ ડો.રાજેશ રાવલ ,વાઇસ પ્રિન્સિપાલ પ્રો.ભાવિષા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બી એસ સી નર્સિંગ ની 16 મી બેચ, જી એન એમ નર્સિંગ ની 14 મી બેચ તથા એ એન એમ નર્સિંગ ની 12 મી બેચ ના કુલ 150 વિધાર્થીઓ એ શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રિન્સિપાલ ડો.રાજેશ રાવલે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી ભાઈલાલભાઈ પટેલે શપથ ગ્રહણ કરનાર વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ નિયતિ લાખાણીએ શપથ ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓને ડોકટર અને નર્સનો રોલ એકબીજાના પૂરક છે એવુ સમજાવ્યુ હતુ. પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલે પ્રેરક ઉદ્ બોધન સાથે આર્શીવચન આપ્યા હતા.કોલેજે માં પ્રથમ ,દ્વિતીય ક્રમે આવનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ક્રુપાલિ વોરા તથા દૃષ્ટિ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું . કાર્યક્રમની આભારવિધિ અસોસિયેટ .પ્રો. હિમાલી પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.