RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14-26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
રાઈટ ટુ એજુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 2024-25 માટે rte અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ધોરણ એકમાં પ્રવેશ માટેની શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે. શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. ભારતની સંસદે 4 ઓગસ્ટ 2009 ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. આ લેખ દ્વારા, આપણે જાણીશું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે, તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે અને કઈ ખામીઓને સુધારવાની જરૂર છે.