ગુજરાત

ધારીસણા આદર્શ પ્રાથમિક શાળામાં નવીન ઓરડા અને કોમ્પ્યુટર લેબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ધારીસણા ગામમાં ગાંધીનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધારીસણા આદર્શ પ્રાથમિક શાળામાં નવીન ઓરડા અને કોમ્પ્યુટર લેબના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે નવીન ઓરડાનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જીલ્લા શિક્ષણ અધિકારી પિયુષ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, દહેગામ એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, એસએમસીના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, કારોબારી ચેરમેન, જીલ્લા મહામંત્રી રમણભાઈ દેસાઈ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x