સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ : કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કાયમી નહીં થઈ શકે
નવી દિલ્હી :
સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે કોન્ટ્રાક્ટર સાથે કરાર પર કામ કરતા કામદારો અને શ્રમિકો સંસ્થાનના નિયમિત કે કાયમી કર્મચારીઓ તરીકે નહીં ઓળખાવામાં આવે. ભલે આ કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ તરીકે કાર્ય કરે અને કંપની પાસે તેમના કામ પર સંપૂર્ણ નિયંત્રણ પણ હોય. જસ્ટિટ આરએફ નારીમન અને વિનીત શરણની બેન્ચે આ વ્યવસ્થા આપીને ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશને નામંજૂર કર્યો હતો. અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL),હરિદ્વારમાં 64 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
ઉત્તરાખંડ હાઈ કોર્ટે 24 એપ્રિલ, 2014 ના રોજ ચુકાદામાં કહ્યું હતું કે આ કામદારો અને શ્રમિકો કર્મચારીની વિસ્તૃત વ્યાખ્યામાં આવશે અને આ કામદારોને સેવામાં પુનઃસ્થાપિત કરશે. ન્યાયમૂર્તિ નરીમાનની બેન્ચે BHELની વિશેષ અનુમતિ અરજી પર આ નિર્ણય આપ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ તેમના કાયમી કર્મચારીઓ નથી પરંતુ કરાર પર લાવવામાં આવતા કામદારો છે. યુપી ઔદ્યોગિક વિવાદ કાયદો, 1947 ની સેક્શન 2 હેઠળ કર્મચારીની વ્યાખ્યા હેઠળ આવ્યતા નથી.