રાષ્ટ્રીય

ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિ રાજ્યસભા માટે થયા નોમિનેટ

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ હવે રાજ્યસભામાં જોવા મળશે. મહિલા દિવસે ખાસ સન્માન કરતાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે, ‘રાજ્યસભામાં તેમની હાજરી આપણી ‘નારી શક્તિ’નું શક્તિશાળી પ્રમાણ છે, જે આપણા દેશના ઘડતરમાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x