રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ, યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે
કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે. આજે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે. આ દરમિયાન ઠેર- ઠેર તેમનું સ્વાગત કરાશે. તો ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કરશે. તો આજના દિવસે કંબોઈ ધામ અને પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી શિશ ઝૂકાવશે. તો બીજા દિવસની યાત્રાનું પંચમહાલના જાંબુઘોડા ખાતે સમાપન થશે. કંબોઈ ધામ ગુરૂગોવિંદજીની જગ્યાએ શિશ ઝૂકાવી બીજા દિવસની યાત્રાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં ભારત જોડો યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી સવારે 10.00 કલાકે ન્યાય યાત્રા લીમખેડા પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે. આ દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. તેના બાદ ન્યાય યાત્રા સવારે 11.00 કલાકે યાત્રા પીપલોદ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. ત્યારે બાદ 11.30 કલાકે પંચમહાલના ગોધરા ખાતે યાત્રા પહોંચશે. ગોધરા ખાતે યાત્રાનુ સ્વાગત અમે કોર્નર બેઠક યોજાશે.