ગાંધીનગરગુજરાત

50 હજાર ફી લેતી બ્રાઇટ ઈન્ટરનેશનલ સ્કૂલની રજીસ્ટ્રેશન વગરની 40 સ્કૂલ બસ ડિટેઈન. અંદાજીત એક કરોડનો દંડ.

અમદાવાદ :

વિદ્યાર્થીઓ પાસેથી 50 હજારથી વધુ ફી વસૂલતી ગાંધીનગર પાસેના કરાઈની બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલની 40 બસ આરટીઓમાં રજિસ્ટ્રેશન વગર રોડ ઉપર દોડતી હતી. આરટીઓને બાતમી મળતા શુક્રવાર સવારે 42 માંથી 40 બસ સ્કુલમા જઇને ડિટેઇન કરાઈ છે. વાલીઓ પાસેથી ટ્રાન્સપોર્ટ ફી પડાવી વગર રજિસ્ટ્રેશને બસો દોડાવાતા હવે સ્કૂલ સંચાલક સામે પણ કાર્યવાહી થશે. છેલ્લા એક વર્ષથી રજિસ્ટ્રેશન વગર દોડતી બસોના ટેક્સ, ડીએ અને પેનલ્ટીની એક કરોડથી વધુ રકમ બસ માલિક પાસેથી વસૂલાશે. હાલ તમામ બસો આરટીઓમાં ખડકી દેવાઇ છે. બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ ખરીદેલી બસોનું છેલ્લા એક વર્ષથી આરટીઓમાં રજિસ્ટ્રેશન જ કરાવ્યું ન હતું. વાહનવ્યવહાર કમિશનરે રાજ્યના વિવિધ આરટીઓને સ્કૂલવર્ધી વાહનો સામે તપાસ કરવા આદેશ આપ્યો હતો. દરમિયાન સ્કૂલ વાહનોના પૂરતા કાગળો ન હોવા સહિત વધુ વિદ્યાર્થીઓ ભરવા બદલ છેલ્લા બે દિવસમાં 14 કેસ કર્યા છે. 3 પ્રાઇવેટ સર્વિસ વાહન મળી કુલ સાત કેસ કર્યા છે. જ્યારે 14મીએ 5 સ્કૂલ બસ અને એક પ્રાઇવેટ વાહન મળી કુલ સાત કેસ કર્યા છે. જેમાં એક વાહન ડિટેઇન કર્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x