રાષ્ટ્રીય ચૂંટણીમાં AIના દુરુપયોગ સામે ચૂંટણી પંચ અને ગૂગલ તૈયાર Manzil News March 14, 2024March 14, 2024 0 Comments Post Views: 5 છેલ્લા ઘણા સમયથી ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખૂબ ચર્ચામાં છે, તેમજ ઘણા દિગ્ગજ સેલિબ્રિટીના ડીપફેક વીડિયો પણ વાયરલ થવાની ઘટનાઓ સામે આવી છે. ડીપફેકનો ઉપયોગ ચૂંટણીઓમાં પણ થઈ શકે છે. કેટલાક તત્વો કોઈ મોટા નેતાનો ફેક વીડિયો બનાવી તમને છેતરી પણ શકે છે. હવે દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેથી આવી ડીપફેક ઘટનાઓને રોકવી પણ ખૂબ જરૂરી છે, તેથી ચૂંટણી પંચે પણ AIનો દુરુપયોગ કરનારાઓ સામે સકંજો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચ અને ગૂગલ વચ્ચે કરાર થયો છે.હાલના સમયમાં એઆઈની બોલબાલા વધતા હવે તેનો ખતરો રાજકીય નેતાઓ પર આવી ચઢ્યો છે. એઆઈનો ઉપયોગ કરી અને ડીપફેકથી ફેક વીડિયો બનાવી કોઈ નેતા, ઉમેદવાર કે કોઈપણ વ્યક્તિની ખોટી માહિતી વાયરલ કરી એક સામાન્ય વાત બની ગઈ છે, તેથી આવી ઘટનાઓ ચૂંટણીમાં થતી અટકાવવા ચૂંટણી પંચે ગૂગલ સાથે કરાર કર્યો છે. કરાર મુજબ ગૂગલ આવનારા સમયમાં યૂ-ટ્યુબ અને સર્ચમાં ચૂંટણી સંબંધિત સટીક માહિતી યુઝર્સને પુરી પાડશે. તમામ યુઝર્સોને હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં મતદાન કરવા અંગેની યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવશે. ચૂંટણી દરમિયાન AI જનરેટેડ ફેક કંન્ટેન્ટ અને વીડિયો અટકાવવા ચૂંટણી પંચ અને ગૂગલ તમામ પ્રયાસો કરશે. તેમાં કેટલાક એવા પણ ફિચર્સ અપાશે, જેનાથી સામાન્ય યુઝર્સો ફેક માહિતીની ઓળખ કરી શકશે. મળતા અહેવાલો મુજબ ડીપફેક વીડિયો બનાવી વાયરલ કરનારાઓ સામે પણ આકરી કાર્યવાહી કરાશે. Share this… Facebook Whatsapp Telegram Twitter