ahemdabadગુજરાત

ભાજપે બીજી યાદી કરી જાહેર, અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે હસમુખ પટેલ કરાયા રીપીટ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ સહિત રાજકીય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓમાં જોતરાઈ છે. ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે હસમુખભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે સાથે રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરવામાં આવ્યાં છે. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ દ્વારા અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખભાઈ પટેલને સોશિયલ મીડિયા મારફતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ભાજપની બીજી યાદીના 7 ઉમેદવારો

અમદાવાદ ઈસ્ટ હસમુખ પટેલ

છોટાઉદેપુર જસુ રાઠવા

ભાવનગર નિમુબેન બાંભણીયા

વડોદરા રંજન ભટ્ટ

વલસાડ ધવલ પટેલ

સાબરકાંઠા ભીખાજી ઠાકોર

સુરત મુકેશ દલાલ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x