રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે
ગાંધીનગર:
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે. આ બંને બેઠકો પર 5મી જુલાઈએ પેટા ચૂંટણી યોજાવવાની જાહેરાત આજે ચૂંટણી પંચે કરી છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસે હાલમાં જ કહ્યું હતું કે આ બે બેઠકો પર અલગ અલગ તારીખે ચૂંટણી યોજાય તેવી તેમને શંકા છે. જે શંકા હવે ખોટી ઠરી છે. આ પેટાચૂંટણીના પરિણામો 5મી જુલાઈએ જ જાહેર થઈ જશે.
નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં અને રેકોર્ડબ્રેક માર્જિનથી જીત્યા હતાં. જ્યારે સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશના અમેઠીથી ચૂંટાઈ આવ્યાં હતાં. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યાં હતાં. આ બંને નેતાઓ ગુજરાતથી રાજ્યસભામાં ગયા હતાં.