ગાંધીનગર

હવે ગાંધીનગરમાં સૌપ્રથમવાર વૈદિક ગણિતના વર્ગો, વૈદિક ગણિતની પદ્ધતિઓથી જટિલ ક્રિયાઓમાંથી મળશે છુટકારો

ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવી આપણી જૂની સંસ્કૃતિમાં અઢળક ખજાનો રહેલ છે. વેદો, ઉપનિષદો અને અન્ય ગ્રંથોની વાત કરીએ તો ખૂબ લાંબી છે. આપણા દેશમાં ભૂતકાળમાં ગણિત વિશે એવું કહેવાય છે કે આપણે મોટાભાગની ગાણિતિક ક્રિયાઓ મૌખિક કરતા હતા તે વૈદિક ગણિતથી જ શક્ય હતું પરંતુ સમય જતા આપણે પશ્ચિમ તરફ આકર્ષાયા જેથી આપણું ભારતીય જ્ઞાન ભુલાવા લાગ્યું જેને કારણે અભ્યાસક્રમો માંથી ભારતીયતા – ધર્મ – સંસ્કૃતિ લુપ્ત થતી ગઈ છે. શાળાના બાળકો ભૂતકાળનો વારસો વાગોળે અને ગણિતની જટિલ ક્રિયાઓ માંથી છુટકારો મેળવે તે આશયથી ગાંધીનગરના નવોદય ક્લાસિસ સેક્ટર ૨૨ દ્વારા ગાંધીનગર ખાતે સેકટર 12 અને 22 માં ધોરણ 9 થી 12 ના તમામ બાળકો માટે વૈદિક ગણિતના વર્ગોની શરૂઆત કરવામાં આવી રહી છે.

ગણતરીની ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતી ચાર મહત્વપૂર્ણ ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જે સ્વામી ભારતી ક્રિષ્ના તીર્થજી મહારાજે સૂચવેલા 16 સૂત્ર અને 13 ઉપસૂત્ર મદદથી ખુબ સરળ રીતે ગણિત વિષય રસપ્રદ અને સૌથી પ્રિય વિષય બનાવી શકાય છે. તે માટે ગાંધીનગરમાં ઘ-5 ખાતે શ્રી S.N.PATEL SIR (8000385982) દ્વારા ગાંધીનગરમાં સૌપ્રથમ વખત વૈદિક ગણિત શીખવાડવાનું આયોજન કરેલ છે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને હવે પછીના અભ્યાસક્રમમાં પણ સરકારશ્રીએ વૈદિક ગણિતને ફરજિયાત કરવાનું આયોજન કરેલ છે તો આવો સૌ સાથે મળી વૈદિક ગણિત શીખીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x