ગાંધીનગર

હેપ્પી સ્પેરો વીક દરમ્યાન ગાંધીનગરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ગાંધીનગરમાં પણ સતત નવમાં વર્ષે હેપ્પી યુથ ક્લબ દ્વારા માર્ચ માસમાં આવતા વિશ્વ ચકલી દિવસને અનુલક્ષીને “હેપ્પી સ્પેરો વીક-2024” ઉજવાઈ રહ્યું છે. હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ તા. ૧૯મી માર્ચથી થયો હતો જેનું સમાપન તા.૩૧મી માર્ચ, રવિવારના રોજ યોજાયું હતું. આ હેપ્પી સ્પેરો વીક દરમ્યાન ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં હેપ્પી ચકલી ઘર અને પક્ષી પરબ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

હેપ્પી સ્પેરો વીકના સમાપને પાંચ વ્યક્તિઓને “ચકલી મિત્ર”ના ઉપનામથી સન્માનવામાં આવ્યાં હતા જેમાં જીગ્નેશ પટેલ, રાજન ત્રિવેદી, હેમાંગીની ચૌહાણ, દર્શન પુરાણી અને ઋષિકા ચક્રવર્તીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરમાં અનેક સ્થળે પક્ષી પરાબનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને બાળકોને ચકલી ઘર બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. હેપ્પી યુથ ક્લબના ઉપપ્રમુખ ભાવના સમીર રામીએ જણાવ્યું હતું કે “હેપ્પી સ્પેરો વીકની સમગ્ર ઉજવણીનો હેતુ આપણી આસપાસમાં રહેતા અને માનવજાતને ઉપયોગી બનતા ચકલી અને તેના જેના નાના-માધ્યમ કદના અબોલ પંખીઓના જતન થકી પ્રકૃતિનું સંતુલન જળવાય તે માટેનો છે. આ માટે આ વર્ષે હેપ્પી યુથ ક્લબ દ્વારા ૬ હજાર હેપ્પી ચક્લી ઘર તૈયાર કરવામાં આવ્યાં હતા.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x