ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા ની નિમણુંક
દિલ્હી :
ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની નિમણુંક કરવામાં આવી છે. સોમવારે થયેલી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજરીમાં નડ્ડાના નામની જાહેરાત કરવામાં આવી.જેપી નડ્ડાની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ મોદી સરકારમાં રક્ષા મંત્રી તરીકે ફરજ બજાવતાં રાજનાથસિંહે મીડિયાને જાણકારી આપી હતી.
રાજનાથ સિંહે જણાવ્યું,- જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. અમિત શાહ આવનારા છ મહિના સુધી હાલતો પાર્ટીના અધ્યક્ષ રહેશે. અમિત શાહના માર્ગદર્શન હેઠળ જેપી નડ્ડા પાર્ટીનું કામકાજ સંભાળશે. જેપી નડ્ડા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં સ્વાથ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવી ચુક્યા છે.મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન જેપી નડ્ડા ભાજપ અધ્યક્ષની રેસમાં હતાં પરંતુ તે સમયે અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
જેપી નડ્ડાની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ મોદી સરકારમાં રક્ષા મંત્રી તરીકે ફરજ બજાવતાં રાજનાથસિંહે મીડિયાને જાણકારી આપી હતી. રાજનાથ સિંહે જણાવ્યું,- જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. અમિત શાહ આવનારા છ મહિના સુધી હાલતો પાર્ટીના અધ્યક્ષ રહેશે. અમિત શાહના માર્ગદર્શન હેઠળ જેપી નડ્ડા પાર્ટીનું કામકાજ સંભાળશે.
રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું,-અમિત શાહના નેતૃત્વમાં ભાજપે ઘણી ચૂંટણીઓ જીતી છે. વડાપ્રધાન દ્વારા તેમને ગૃહ મંત્રાલયનો ચાર્જ મળતાં અમિત શાહે પોતે જ કહ્યું હતું કે ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી કોઈક બીજાને સોંપવી જોઈએ.