જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળશે, વિધાનસભાની ચૂંટણી પણ થશે: પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું.પીએમે કહ્યું કે તમને યાદ છે કે કેવી રીતે કોંગ્રેસની નબળી સરકારોએ શાહપુર કાંડી ડેમને દાયકાઓ સુધી લટકી રાખ્યો.જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી પાર્ટીઓની ટીકા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ કહેતા હતા કે 370 હટાવો તો આગ લાગશે, જમ્મુ-કાશ્મીર અમને છોડી દેશે. પરંતુ જમ્મુ-કાશ્મીરના યુવાનોએ તેમને અરીસો બતાવ્યો. હવે જુઓ, જ્યારે તેમણે અહીં કામ ન કર્યું, ત્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમની વાસ્તવિકતા ખબર પડી, તો આ લોકો હવે જમ્મુ-કાશ્મીરની બહાર દેશના લોકોમાં ભ્રમ ફેલાવવાની રમત રમી રહ્યા છે. તેમનું કહેવું છે કે કલમ 370 નાબૂદ થવાથી દેશને કોઈ ફાયદો થયો નથી.