ગુજરાત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રુપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યુ હતુ.ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા પહેલા તેમણે આજે રાજકોટમાં માઈ મંદિરમાં દર્શન કર્યા હતા. જાગનાથ મંદિરેથી પદયાત્રા કરીને તેઓ બહુમાળી ચોક ખાતે સભા સ્થળ પર પહોંચ્યા હતા.બહુમાળી ચોક ખાતે તેમણે વિશાળ સભાને સંબોધી હતી. સાથે જ વિશાળ રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શોમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x