ગુજરાત

ગુજરાતમાં વિદેશથી 850થી વધુ લોકો મતદાન કરવા માટે આવશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવખતે 4.92 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. લોકસભાની ચૂંટણીમાં 850થી વધુ મતદારો વિદેશથી પણ મતદાન માટે આવવાના છે. વિદેશથી મતદાન માટે આવનારા મતદારોમાંથી સૌથી વધુ 218 અમદાવાદથી છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રોજગાર-શિક્ષણ માટે ભારતનો કોઈ નાગરિક વિદેશમાં વસતો હોય અને હજુ તેને અન્ય દેશનું નાગરિકત્વ મળ્યું ન હોય તો તે નોન રેસિડેન્ટ ઇન્ડિયન તરીકે ચૂંટણી પંચની વેબસાઈટમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમાં તેને ફોર્મ 6A ભરીને વિવિધ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે અને ત્યારબાદ જ તે મત આપવા માટે માન્ય ગણાય છે. આ રીતે રજીસ્ટ્રેશન કરાવનારા એનઆરઆઈને ઈલેક્ટ્રોલ ફોટો આઇડેન્ટી કાર્ડ અપાતો નથી અને તે ઓરિજનલ પાસપોર્ટ દર્શાવીને વોટ કરી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x