આંતરરાષ્ટ્રીય

જો ઈઝરાયેલે હવે હુમલો કર્યો તો તેનો તરત શક્તિશાળી જવાબ આપીશું: ઇરાન

ઈરાને કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે વળતો જવાબ આપવાનુ એલાન કર્યુ છે તો ઈરાન પણ પીછેહઠના મૂડમાં નથી.ઈરાને કહ્યુ છે કે, જો ઈઝરાયેલે હવે હુમલો કર્યો તો તેનો તરત જ જવાબ આપીશું અને આ વખતે પહેલા કરતા પણ વધારે શક્તિશાળી અને વધારે વ્યાપક સ્તર પર હુમલો કરીશુ.ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયને બ્રિટનના વિદેશ મંત્રી સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ટઈઝરાયેલ જો અમારા પર હુમલો કરશે તો તેને વધારે વિનાશકારી જવાબ અમે આપવા માટે તૈયાર છે.ઈઝરાયેલે સીરિયા ખાતે ઈરાનની કોન્સ્યુલેટ પર એર સ્ટ્રાઈક કર્યા બાદ જ અ્મે ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન એટેક કર્યો હતો અને તે અમારો કાનૂની અધિકાર પણ હતો. સમગ્ર મિડલ ઈસ્ટમાં અત્યારે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિ પાછળ ઈઝરાયેલની સરકારની વિનાશકારી નીતિ જવાબદાર છે.’ફોન પર થયેલી વાતચીત બાદ બ્રિટનના વિદેશ મંત્રી કેમરુને કહ્યુ હતુ કે, ‘મેં ઈરાનના વિદેશ મંત્રીને સ્પષ્ટપણે કહ્યુ છે કે ઈરાને બેજવાબદારીપૂર્ણ હુમલા કરવા પર રોક લગાવવી પડશે સાથે સાથે પોર્ટુગલની માલિકીના કબ્જે કરાયેલા જહાજને પણ મુકત કરવુ પડશે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x