માધવગઢ ગ્રામ પંચાયતના તલાટી રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા
ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને આબાદ રીતે 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડીલોપાર્જિત જમીનના વારસાઈ હક્ક પત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં લાંચીયા તલાટી કમ મંત્રીએ 2 લાખની લાંચ માંગી હતી.