દહેગામના રખીયાલ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, એક મહિલાનું મોત
દહેગામના રખીયાલ પાસે અકસ્માતની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. આ ઘટના જોઈને પંથકના લોકો ધ્રુજી ઉંડયા હતા. કમકમાટીભર્યા આ અકસ્માતમાં મોતને ભેટનારી મહિલાનુ માથું ધડથી અલગ થઈ જતા સ્થળ ઉપર જ પ્રાણ પંખીડુ ઉંડી ગયું હતું. માથું કપાઈ જતા આ ઘટનાને નજરે જોનારા લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.મળતી માહિતી મુજબ, જયદીસસિંહ ફતેસિંહ મકવાણા દહેગામના રખીયાલ ખાતે શક્તિમાતાજીના મંદિરની સામે રહે છે. રવિયારે જગદીશસિંહ અને તેમનો પરીવાર CNG રીક્ષ લઈને રખીયાલથી દહેગામ તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન સવારના સમયે રખીયાલ પાસે આ વેલા નાયરા પેટ્રોલપંપ આગળથી પસાર થતા હતા, ત્યારે દહેગામ તરફથી પુરઝડપે આવતી એક ઈનોવા ગાડી નંબર GJ. 01. KQ. 3795ના કારચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માત દરમિયાન રીક્ષામાં સવાર લોકોમાં જગદીશસિંહ તથા તેમના પિતા રંગુસિંહ, માતા કોકિલાબેન, ભાઈ જોબનસિંહ તથા સાગરસિંહ તથા અમરતજી મંગાજી પૈકી જગદીશસિંહ તથા તેમના પિતા અને ભત્રીજો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે રિક્ષામાં સવાર જગદીશસિંતના ભાભી ભાવનાબેનનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ વિચિત્ર અકસ્માતમાં ભાવનાબેનનું માથું કપાઈને તેમના ધડથી અલગ જઈને 10 ફુટ દૂર પડ્યું હતું. અકસ્માતમાં મહિલાના મોતના આ કમકમાટીભર્યાં આ દ્રશ્યએ સૌને હચમચાવી દીધા હતા. અકસ્માતને લઇ ભારે ટ્રાકીક જામ થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ રખીયાલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને રખીયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત અંગે ઈનોવાના ચાલક વિરુધ્ધ રખીયાલ પોલીસે ગુનો નોંધ્યો હતો.