રાધે સ્ક્વેરના બિલ્ડરની બેદરકારીના કારણે કોમ્પ્લેકસના સામેના ભાગે ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ
ગાંધીનગર :
ગાંધીનગરના નવા ડેવલપ થયેલા કુડાસણ એરિયામાં રિલાયન્સ ચોકડી પાસે આવેલા રાધે સ્ક્વેર માં કુક એન્ડ ક્રીમ દુકાનની સામે રાધે સ્ક્વેરના બિલ્ડરની બેદરકારીના કારણે કોમ્પ્લેકસના સામેના ભાગે ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે.
ઉલ્લેખનીય છે કે રાધે સ્ક્વેર કોમ્પલેક્ષમાં દરેક દુકાન તેમજ ઓફિસના માલિકો પાસેથી રેગ્યુલર મેન્ટેનન્સ પેટે મોટી રકમ ઉઘરાવવામાં આવે છે તમામ પ્રકારનો વહીવટ આ કોમ્પ્લેક્સના બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમ છતાં આવી મસમોટી રકમ ઉઘરાવ્યા બાદ આ બિલ્ડરોની બેદરકારીના કારણે બિલ્ડિંગમાં અંદર તેમજ બહારના ભાગમાં સાફ-સફાઈમાં કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે દુકાનદારોને તેમજ અહીં આવતા તમામ ગ્રાહકોને આવી ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે આવી મોટા પ્રમાણમાં ગંદકી ઊભી કરનારાઓ સામે તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે એ ચર્ચા લોકોમાં થઇ રહી છે જોવાનું એ રહ્યું કે તંત્ર આવા બેદરકાર બિલ્ડરો સામે કોઈ પગલાં લઈ શકે કે કેમ ?