વડાપ્રધાન મોદીએ દેશના મતદારોને જરૂર મતદાન કરવા અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરી
આજથી લોકશાહીના મહાપર્વની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને અપીલ કરતાં એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે આજથી લોકશાહીના સૌથી મોટા ઉત્સવની શરૂઆત થઈ રહી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થશે. આ તમામ બેઠકોના મતદારોને મારો આગ્રહ છે કે તે મતાધિકારનો પ્રયોગ કરે અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે. પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા સાથીઓને અપીલ છે કે તે ભારે સંખ્યામાં મતદાન કરે. લોકતંત્રમાં દરેક વોટ કિંમતી છે અને દરેક અવાજનો મહત્ત્વ છે.