દેશમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ- કાશ્મીર અને તેને અડીને આવેલા ઉત્તર પાકિસ્તાનમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ- કાશ્મીર અને તેને અડીને આવેલા ઉત્તર પાકિસ્તાનમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે.પૂર્વ બિહારથી ઉત્તરપૂર્વ આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી એક ટ્રફ વિસ્તરી રહ્યું છે. એક ટ્રફ વિદર્ભથી મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્ર થઈને કર્ણાટક-ગોવાના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. દક્ષિણ આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી ટ્રફ વિસ્તરેલુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે.