ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડશે
કુલ 26 લોકસભા બેઠકો માટે 301 ઉમેદવારોના ફૉર્મ માન્ય રાખવામાં આવ્યા છે જ્યારે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારોના ફૉર્મ માન્ય ઠેરવવામાં આવ્યા છે.ગાંધીનગર લોકસભા બેઠકથી સૌથી વધુ 30 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે બારડોલી બેઠક પર માત્ર ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઉમેદવારી ફૉર્મની સતત ચર્ચા ચાલુ રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોના ફૉર્મ અંગે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને સુરત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયું છે.વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ આઠ ઉમેદવારો વીજાપુર બેઠક પરથી મેદાનમાં છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આ વખતે મોટેભાગે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.