ઓસ્ટ્રેલિયા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જતા હોય છે. આમાં વિઝા શરતો સરળ થવું પણ એક કારણ છે. ત્યારે ઓસ્ટ્રેલિયા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીયોના વિઝા અસ્વીકારની સંખ્યામાં વધારો કર્યો નથી. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને કહ્યું કે, તેમને આવતા વર્ષે વધુ ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશમાં શિક્ષણ મેળવવાની આશા છે. ઓસ્ટ્રેલિયન યૂનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા રિજેક્ટ થવાની સંખ્યામાં પણ વધારો થયો નથી. મેં પોતે આંકડા જોયા છે, આ વર્ષે પણ આ સંખ્યામાં ગત વર્ષના સમાન જ છે. વિદ્યાર્થીઓના રિજેક્શન પણ કોઈ વધારો થયો નથી.
ફિલિપ ગ્રીને વધુમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર સંબંધ બન્યા છે. ભારતના કેટલાક વિદ્યાર્થીઓ ખાસ કરીને મેડિકલ, નર્સિંગ, મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઓસ્ટ્રેલિયાને એક સારો ઓપ્શન માને છે. મોટી સંખ્યામાં ભારતીયો પોતાના શિક્ષણના ભાગરુપે ઓસ્ટ્રિલયા આવવાનું પસંદ કરે છે.