ahemdabadગુજરાત

વેકેશન પહેલા અમદાવાદ કાંકરિયાની બોટીંગ અને વોટર સ્પોર્ટસ એકિટીવીટી કરાઇ બંધ

વડોદરાનાં હરણી તળાવમાં બોટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ કરુણ ઘટનાને ગંભીરતાથી લઇ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરવામાં આવી હતી.અમદાવાદ: વડોદરા શહેરનાં હરણી તળાવમાં બોટિંગ દરમિયાન સર્જાયેલી કરૂણ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજીની સુનાવણી ચાલી રહી છે. રાજ્યમાં જ્યાં પણ બોટિંગનાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યાં ત્રણ સુધારા કરવાનાં ગુજરાત હાઇકોર્ટના મૌખિક આદેશનું પાલન કરવામાં એક મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયો છે. હાઈકોર્ટ દ્વારા કાંકરિયા તળાવમાં ચલાવાતી બોટીંગ અને વોટર સ્પોર્ટસ એકિટીવીટી નવો કરાર ન થાય ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. આમ છતાં સત્તાવાળાઓ દ્વારા તળાવમાં બોટીંગ તથા વોટર સ્પોર્ટસ એકટિવીટી ચલાવવામા આવી રહી હતી.અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયા તળાવમાં ચલાવવામા આવતી બોટીંગ તેમજ વોટર સ્પોર્ટસ એકિટીવીટી બંધ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કાંકરિયા લેકફ્રન્ટ સત્તાવાળાઓને ફરજ પડતા મંગળવારથી તમામ પ્રવૃત્તિ નવા એમ.ઓ.યુ.ના થાય ત્યાં સુધી બંધ રહેશે. વોટર ઝોર્બ બોલ એકિટીવીટી પણ ફરજિયાત બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતી રિવરક્રૂઝ અને કાંકરિયા લેક ખાતે ચાલતું બોટિંગ બંધ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હવે બાળકોનું વેકેશન પડવાની તૈયારીમાં છે અને આ બધી એક્ટિવિટી બંધ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x