ગાંધીનગરગુજરાત

ગાંધીનગર શહેરની નજીક મહુડી તરફ આવેલા પીપળજ ગામમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ 

ગાંધીનગર શહેરની નજીક મહુડી તરફ જતા આવેલા પીપળજ ગામમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગુજરાત ATS અને NCBએ પાડેલી રેડમાં ફેક્ટરીમાંથી કાચું ડ્રગ્સ પણ મળી આવ્યું છે. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરઃ ડ્રગ્સના કાળા કારોબાર પર મહત્વની કાર્યવાહી ગુજરાત તથા રાજસ્થાનમાં કરવામાં આવી છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશ હેઠખ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ છે. ગુજરાત અને રાજસ્થાન મળીને ત્રણ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં વિવિધ પ્રકારના ડ્રગ્સ માટેનું રોમટિરિયલ તૈયાર કરવામાં આવતું હોવાની માહિતી મળી રહી સામે આવી રહી છે. અહીં તૈયાર થતા ડ્રગ્સને રાજ્ય તથા અન્ય દેશોમાં મોકલવામાં આવતું હોવાનું પણ ખુલી રહ્યું છે.આ મામલે ગુજરાત એટીએસ દ્વારા તથા NCB દ્વારા કરાઈ રહેલી તપાસમાં વધુ કેટલાક મુદ્દા સામે આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે ડ્રગ્સનો રેલો હવે ક્યાં જાય છે તે પણ જોવાનું રહેશે. આ સાથે ડ઼્રગ્સના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે પણ તપાસ દરમિયાન બહાર આવશે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. જે ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે તેમાં 2 રાજસ્થાન અને એક ગુજરાતમાં ધમધમતી હોવાનું બહાર આવ્યું છે.ગુજરાત ATSને ચોક્કસ માહિતી મળી હતી કે ગાંધીનગરના પીપળજમાં ઘરની અંદર ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. જે અંતર્ગત ATS દ્વારા ત્રણ અલગ-અલગ ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ગુજરાત તથા રાજસ્થાનમાં 3 ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. માહિતીના આધારે અલગ-અલગ ટીમો બનાવીને રેડ પાડવામાં આવી હતી. જેમાં એક ફેક્ટરી ગાંધીનગરના પીપળજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાન ફાળવવામાં આવ્યું હતું તેમાં ચલાવવામાં આવી રહી હતી.ગાંધીનગરના પીપળજમાં પાડવામાં આવેલી રેડમાં ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં કાચું ડ્રગ્સ મળી આવ્યું છે, હવે આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું અને આ ડ્રગ્સના કાળા બજાર પાછળ કોની સંડોવણી છે તે બાબતોનો ખુલાસો થશે. આ ડ્રગ્સનો કાળો કારોબાર કોઈની નજરમાં ન આવે તે રીતે સિફત પૂર્વક ચલાવવામાં આવી રહ્યો હતો.પીપળજમાં પકડાયેલી ફેક્ટરી હાઈવેથી દૂર ખેતરોની વચ્ચે ચલાવવામાં આવી રહ્યો હતો. જોકે, એજન્સીઓની તેની ગંધ આવતા તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે. હવે આગામી સમયમાં થનારી તપાસમાં અન્ય કેટલાક ખુલાસા થઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x