રાજ્યમાં કાળઝાળ ગરમી, 6 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
ગુજરાતમાં 3 દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે. આજે 41.3 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, ગઈકાલે અમરેલી, વડોદરા, ભુજ અને છોટા ઉદેપુરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, “આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે.”
શહેર આ જિલ્લામાં ગરમી વધી
રાજકોટ 41.3
અમરેલી 41
વડોદરા 40.6
અમદાવાદ 40.5
ભુજ 40.3
છોટા ઉદેપુર 40.3
ગાંધીનગર 39.8
સુરત 39.6
ભાવનગર 39.2
ડીસા 39
વલસાડ 38.2
પોરબંદર 38.8
કંડલા 34.1