ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું
મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બામ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ અગાઉ સુરતમાં પણ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોને કારણે ઉમેદવારી જ રદ થવા પામી હતી. અને કોંગ્રેસને આવો જ ઝટકો લાગ્યો હતો.મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સાથે કોંગ્રેસ હવે ઈન્દોર લોકસભા સીટ પરથી ચૂંટણીના મેદાનમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય બમ, ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા ચૂંટણી અધિકારીની કચેરીએ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે ઈન્દોર લોકસભા સીટથી વર્તમાન સાંસદ શંકર લાલવાણીને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમજીનું પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ દ્વારા ઉમેદવારીપત્ર પાછુ ખેંચવા અને ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસ નેતા મુકેશ નાયકે કહ્યું કે, આ કોંગ્રેસ પાર્ટી સાથે મોટો વિશ્વાસઘાત છે. ભાજપે બેશરમીની તમામ હદો વટાવી દીધી છે. ખજુરાહોની જેમ હવે ઈન્દોરમાં પણ પાર્ટી કોઈ અન્યને સમર્થન આપવા અંગે ચર્ચા કરશે.