શેરબજારમાં મજબૂત શરૂઆત; સેન્સેક્સ 322 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22500ની નજીક
આજે એટલે કે સોમવાર, શેરબજારની મૂવમેન્ટ વૈશ્વિક બજારના વલણો તેમજ માર્ચ ક્વાર્ટરના પરિણામો પર નિર્ભર રહેશે. સવારે 07:35 વાગ્યે ગિફ્ટ નિફ્ટી 98 પોઈન્ટના વધારા સાથે 22,654 પર ટ્રેડ થતી જોવા મળી હતી.સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં મજબૂત શરૂઆત થઈ છે. સોમવારે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સે 400 પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 22500ની નજીક પહોંચી ગયો છે. સવારે 10 વાગ્યે, સેન્સેક્સ 291.15 (0.39%) પોઈન્ટ વધીને 74,007.33 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 37.90 (0.17%) પોઈન્ટ વધીને 22,457.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.