રાષ્ટ્રીય

જો આ ભાજપની સરકારને ફરી ચૂંટાશે તો વધુ મોંઘવારી લાવશે

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી દીધી છે તેમજ દરરોજની જીવન નિર્વાહની ચીજોના ભાવો આસમાને પહોંચાડી દીધા છે. દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારીને આ ભાજપ સરકાર ધોળે દિવસે લૂંટ ચલાવી રહી છે.

ત્યારે આમજનતા તેમજ ગૃહિણીઓ આર્થિક રીતે આ મોંઘવારીનો ભાર સહન કર્યે જાય છે છતાં પણ હાલની ચૂંટાયેલી સરકાર ભાવ વધારાથી લોકોની તકલીફ પ્રત્યે ધ્યાન આપતી નથી.

દેશમાં દિન પ્રતિદિન લોકોની આવક ઓછી થતી જાય છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી એ મોંઘવારી મુદ્દે રાજકોટમાં એક જાહેરસભામાં મહિલાઓને પ્રશ્નો પૂછતા જણાવ્યું કે આજ સવારે રોડ શો દરમ્યાન એક પાણીપુરીની લારીએ મહિલાઓ પાણીપુરી ખાતા હતા ત્યારે ત્યાં જઈ ને ભાવ પૂછતા જાણવા મળ્યું હતું કે પહેલા ૧૦ રૂપિયામાં ૧૦ પાણીપુરી મળતી હતી તે આજે આ ભાજપના રાજમાં ૨૦ રૂપિયામાં ફકત ૬ પાણીપુરી મળે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x