પીએમ મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઈક વિશે કર્યો મોટો ખુલાસો
હાલ લોકસભા ચૂંટણી 2024ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેમને કર્ણાટકના બાગલકોટ ચૂંટણી રેલીમાં 2019 બાલાકોટ એરસ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, મોદી પાછળથી હુમલો કરતો નથી. તેથી મેં એરસ્ટ્રાઈક પછી સૌ પ્રથમ પાકિસ્તાની અધિકારીઓને ફોન કરીને જણાવ્યું કે, તમારા આટલા આતંકવાદી માર્યા ગયા છે. ત્યારબાદ વિશ્વને પોતાના એક્શન વિશે જણાવ્યું હતું. પીએમ મોદીએ બાગલકોટમાં રેલી સંબોધતા કહ્યું કે, ‘અમે પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આંતકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહી પછી જ્યારે સેના મીડિયાને ફોન કરીને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપવા જઈ રહી હતી, ત્યારે મેં કહ્યું કે, તે પહેલા હું પાકિસ્તાની અધિકારીઓને ફોન પર સ્ટ્રાઈક વિશે જણાવીશું, પરંતુ તેમને પ્રથમ ફોન ઉઠાવ્યો ન હતો.’
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘તેમને ફોન ઉઠાવ્યો ત્યારે મેં સેનાને રાહ જોવા માટે કહ્યું હતું. પાકિસ્તાની અધિકારીઓને જણાવ્યા પછી અમે વિશ્વને રાત્રે આ એરસ્ટ્રાઈક વિશે જણાવ્યું. મોદી વસ્તુઓ છુપાવવામાં વિશ્વાસ કરતો નથી કે પાછળથી હુમલો કરતો નથી, અમે ખુલ્લેઆમ લડીએ છીએ.’
જણાવી દઈએ કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામા આંતકવાદી એટેકમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 જવાન શહીદ થઈ ગયા હતા. જેના જવાબમાં ભારતીય લડાયક વિમાનોએ 26 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર હુમલો કરીને આકાશમાંથી બોમ્બમારો કરીને કેમ્પને નષ્ટ કરી દીધો હતો અને આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.