ગાંધીનગરગુજરાત

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, ગજવશે 6 જાહેર સભા

લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે પ્રચાર અર્થે આવતીકાલથી PM મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી 2 દિવસમાં 6 જનસભાઓને સંબોધશે. પીએ નરેન્દ્ર મોદીની સભાની વાત કરીએ તો 1 મેએ બપોરે 3:30 કલાકે ડીસામાં જનસભા સંબોધશે. ત્યારબાદ પીએમ તાબળતોબ હિંમતનગરમાં પહોચશે અહી સાંજે 5 વાગે જનસભાને સંબોધશે.રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્યસ્તર સુધી જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉમેદવારોના પ્રચારમાં નિરસતા જોવા મળતી હતી. પરંતુ પીએમ મોદી આવવાના હોવાને કારણે રાજ્યના માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે તેમના કાર્યક્રમો પણ વ્યસ્ત છે.

હિંમતનગર સભા પૂર્ણ કરી PM મોદી ગાંધીનગર આવવા રવાના થશે. ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રી રોકાણ કરશે.સુત્રોની વાત માનીએ તો રાજ્યના હાલના માહોલની માહિતી પીએમ નરેન્દ્ર મોદી મેળવી શકે છે. જેને પગલે PM મોદી ગાંધીનગરમાં બેઠક યોજી શકે છે. ગુજરાતમાં પ્રચાર સહિતની બાબતો પર PM મોદી સમીક્ષા કરશે. ત્યાર બાદ 2મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધન કરશે. અહીથી આગળ વધતા સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગે જનસભાને સંબોધશે. ત્યાર બાદ જૂનાગઢમાં બપોરે 3:30 કલાકે PMની જનસભા યોજાવાની છે. અને પીએ નરેન્દ્ર મોદી જુનાગઢ પછી સીધા જામનગરમાં સાંજે 5 વાગે જનસભા સંબોધવા પહોચશે. જામનગરમાં સભા પૂર્ણ કરી પીએમ પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.નોધનીય છે કે રાજ્યમાં ત્રીજા તબક્કામાં 26 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો જીતી 400 પ્લસ બેઠકોના સપના જોવે છે પરંતુ રાજ્યમાં હાલનો ચુંટણીનો માહોલ તેમજ તેની સામે ભાજપ સામે રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોની નારાજગી સૌથી મોટી આફત બની રહી છે. સ્થાનિક સ્થરે પણ પ્રજાજનોના મુદ્દાઓ અને સંગઠન દ્વારા અમુક જીલ્લામાં સક્રિય ન થવું આ ચૂંટણીમાં ભાજપ માટે પડકાર રૂપ બન્યુ છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા કાર્યકરોને ઘરઘર સુધી પહોચવા વારંવાર ટકોર કરવી પડી રહી છે. ત્યારે પીએમની સભા પછી ભાજપને કેટલો ફાયદો થશે તેના પર રાજકિય સમીકરણો રચાઇ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x