માત્ર 24 વર્ષની વયે ખેડૂતની દીકરીએ બે વખત UPSC ક્રેક બનીને IAS બની
કેટલાક લોકો તેમના જીવનમાં એટલા ફોકસ્ડ હોય છે કે તેઓ ખૂબ જ નાની ઉંમરે જ તેમના સપનાને સાકાર કરી લે છે, જેઓ દરેક માટે પ્રેરણારૂપ બની જાય છે. અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર ઈશ્વર્યા રામનાથન (Ishwarya Ramanathan)ની, જેમણે 24 વર્ષની ઉંમરે બે વાર UPSC ક્રેક કરી. from Gujaratitranslate કેટલાક લોકો તેમના જીવનમાં એટલા ફોકસ્ડ હોય છે કે તેઓ ખૂબ જ નાની ઉંમરે જ તેમના સપનાને સાકાર કરી લે છે, જેઓ દરેક માટે પ્રેરણારૂપ બની જાય છે. અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર ઈશ્વર્યા રામનાથન (Ishwarya Ramanathan)ની, જેમણે 24 વર્ષની ઉંમરે બે વાર UPSC ક્રેક કરી. તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લા કુડ્ડલોરના વતની ઈશ્વર્યા રામનાથને બાળપણથી જ પૂર, વાવાઝોડા અને ભારે વરસાદ જેવી ઘણી કુદરતી આફતો જોઈ છે. ખાસ કરીને 2004ની સુનામીની તેમના પર ઊંડી અસર પડી. તે સમય દરમિયાન કલેક્ટર ગગનદીપ સિંહ બેદીની ભૂમિકાનું ઓબ્ઝર્વેશન કરવાથી તેમના પર ગંભીર અસર પડી.
પિતા કરતા હતા ખેતીતેઓ તેમની આર્થિક પરિસ્થિતિથી પણ પ્રેરિત હતા. તેમના પિતા આર. રામનાથન એક કાજુના ખેડૂત છે. જ્યારે તેમની માતા, જેમના નાની ઉંમરમાં જ લગ્ન થયા હતા અને પછી તેમને સરકારી નોકરી મળી ગઈ હતી. તેમની માતાએ પણ તેઓને કલેક્ટર બનવા માટે મોટિવેટ કર્યા હતા.ચેન્નાઈથી કર્યું છે ગ્રેજ્યુએશન
તેમના મનમાં મોટા સપનાઓની સાથે તેઓએ 2017માં ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રીની સાથે ગ્રેજ્યુએશન કર્યું. તેમણે તેમના કોલેજના દિવસોમાં કોચિંગ લઈને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. તેમના પ્રથમ પ્રયાસમાં તેમનો ઓલ ઈન્ડિયા 630મો રેન્ક હતો અને તેઓ રેલવે એકાઉન્ટ સર્વિસમાં આવી ગયા. જોકે, તેઓ IAS ઓફિસર બનવાના સપના પર અડગ હતા