કેનેડામાં ચોરને લીધે અનેક વાહનો વચ્ચે અકસ્માત, 3 ભારતીય સહિત 4નાં મોત
કેનેડામાં ઓંટારિયો પોલીસની એક કાર દારૂની એક દુકાનમાંથી ચોરી કરનાર ચોરને પકડવા માટે રોંગ સાઇડ ૫૨ આવી જતાં અનેક કારો ટકરાઈ હતી જેમાં કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતિ અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોનાં મોત થયા હતાં. ટોરેન્ટોથી 50 કિમી પૂર્વમાં વ્હાઇટબાયમાં હાઇવે નં. 401 પર થયેલા અકસ્માતમાં અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થવાની સાથે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.ઓન્ટારિયોના સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન યુનિટ (એસઆઇયુ)એ જણાવ્યું હતું કે ક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 60 વર્ષીય પુરુષ, 55 વર્ષીય મહિલા પણ સામેલ છે જે ભારતથી આવ્યા હતાં.મૃતકોની ઓળખ મણિવન્નન અને તેમની પત્ની મહાલક્ષ્મી અને તેમના પ્રપૌત્ર તરીકે થઇ હતી. ટોરેન્ટોમાં આવેલા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ આ માહિતી આપી હતી. એસઆઇયુએ જણાવ્યું હતું કે દંપતિનો ત્રણ મહિનાના પૌત્રનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત પછી કલાકો સુધી હાઈવે નં. 401 બંધ રહ્યો હતો.એજન્સીએ જણાવ્યું હતું કે બાળકના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતાની કારને પણ આ અકસ્માત નડ્યો હતો અને તેમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.