મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો મજૂર મહાજન સંઘ ભાજપમાં જોડાયો
ભાજપ સાથે નાતરુ કર્યા પછી મજૂર મહાજનની ગરિમા જળવાઈ રહેશે કે કેમ તેવો સવાલ કરવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લા થોડા દસકાઓથી મજૂર મહાજનની ગરિમા અળપાઈ રહી છે. પરંતું મહાત્મા ગાંધીજીની સૂચના અને સલાહ હેઠળ અનસૂયાબેન સારાભાઈ અને શંકરલાલ બેન્કરે સ્થાપેલા મજૂર મહાજન સંઘની ભૂતકાળ ખરેખર ભવ્યા હતો અને આજેય મજૂર મહાજને કામદારોના હિતમાં લીધેલા પગલાં અને લેવડાવેલા નિર્ણયોને સહુ યાદ કરી રહ્યા છે.ચોથી ડિસેમ્બર 1917ના સ્થપાયેલા મજૂર મહાજન સંઘ વતીથી ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈએ 1918થી 1942ના ગાળામાં મજૂરીને દારૃના દૂષણથી બચાવવા માટે પિકેટિંગ કર્યું હતું. આ રીતે તેમણે મજૂરોની આવક તેમના પરિવારના સભ્યોના ઉત્થાન માટે જ ખર્ચાય તે માટેના પ્રયાસો કર્યા હતા.