ગુજરાત

ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પ્રિયંકા ગાંધીએ ભાજપની ઝાટકણી કાઢી 

 લોકસભા ચૂંટણી 2024ના પ્રચારમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતના લાખણીમાં આવ્યા હતા. અહીં તેઓએ જંગી જનસભાને સંબોધી હતી. સાથે ક્ષત્રિય સમાજનું અપમાન થયું તે અંગે પણ વાત કરી હતી. પરષોતમ રૂપાલાનું નામ લીધા વિના પ્રિયંકા ગાંધીએ ભાજપને આડાહાથે લીધી હતી. અહીં તેઓ કોંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં યોજાયેલી સભામાં આવ્યા હતા. રાજપુત સમાજની મહિલાઓનું કેટલું અપમાન કરવામાં આવ્યું? મોદીજીએ શું કર્યું? શું તે ઉમેદવારને હટાવ્યો? તમારી માગ શું હતી? તમારી માગ હતી કે હટી જાય. તમને અપમાનીત કર્યા. મોદીજીએ સાંભળી તમારી વાત? જો અમને તક મળી તો દેશભરમાં અમે તમારી વાત જણાવીશું. આ પ્રકારનું અપમાન અમે તમારી સાથે નહીં થવા દઈએ. જ્યાં જ્યાં મહિલાઓનું અપમાન થયું છે ત્યાં મોદીજીની સરકારે અપમાન કરનારનો સાથ આપ્યો છે. સરકાર તેઓના પક્ષમાં ઊભી રહી છે તમારા પક્ષમાં નહીં. પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે દેશમાં જ્યાં પણ મહિલાઓનું અપમાન થયું, જ્યાં પણ અત્યાચાર થયો, મોદી સરકાર અત્યાચારીઓની સાથે ઉભી રહી. હાથરસની ઘટના હોય, ઉન્નાવની ઘટના હોય, રમતવીર બહેનો પરના અત્યાચારનો મામલો હોય, ગુજરાતમાં રાજપૂત બહેનોનું અપમાન હોય કે કર્ણાટકમાં સેંકડો મહિલાઓનું શોષણ હોય, મોદીજીએ દરેક જગ્યાએ અત્યાચારીઓને બચાવ્યા. મહિલાઓનું અપમાન અને અત્યાચાર કરનારા નેતાઓને ભાજપે ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. ભાજપનું અસલી મહિલા વિરોધી ચરિત્ર આજે દેશની સામે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x