નિસર્ગ વિમેન સાયન્સ ક્લબના ઉપક્રમે સૂર્યદિન અંતર્ગત વાનગી હરીફાઈ યોજાશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિમેન સાયન્સ ક્લબ બનાવવામાં આવી છે જેમાં 150 જેટલી બહેનો જોડાઈ છે આ ક્લબના ઉપક્રમે દર માસે વૈજ્ઞાનિક અભિગમ સાથે કોઈના કોઈ કાર્યક્રમનું આયોજન થાય છે
5 મેના રોજ સૂર્ય દિન ઉજવણી અંતર્ગત આ ક્લબ સાથે જોડાયેલ બહેનો માટે “વિસરાતી વાનગી અને તંદુરસ્ત ખોરાક “પર વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૦ જેટલી બહેનો વાનગી બનાવીને લઈને આવશે અને 70 જેટલી બહેનો કાર્યક્રમમાં જોડાશે સૂર્ય દિન અંતર્ગત સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર અનિલભાઈ પટેલ “સૂર્ય ઉર્જા નો વ્યવહારમાં ઉપયોગ “વિશે વ્યાખ્યાન આપશે અને ઉર્જા ક્વિઝ રમાડવામાં આવશે સાથે સાથે સૂર્યકૂકરમાં રસોઈ બનાવવાનું નિદર્શન પણ કરાવવામાં આવશે.
સાયન્સ ક્લબના કન્વીનર મીતા ભટ્ટ અને સહ કન્વીનર દીપિકાબેન વાઘેલા સમગ્ર કાર્યક્રમનં સંકલન કરી રહ્યા છે નિર્ણાયક તરીકે જાણીતા કુકિંગ એક્સપર્ટ પરમજીત કોર ઉપસ્થિત રહી મૂલ્યાંકન કરશે વિજેતા સ્પર્ધકો ને ઇનામ તથા ભાગ લેનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે