રાષ્ટ્રીય

મહિલા T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, 6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ

પુરુષ બાદ હવે મહિલા ટી 20 વર્લ્ડ કપના શિડ્યુઅલનું એલાન થયું છે. ભારતની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે 4 ઓક્ટોબર હશે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાશે. આ વખતે વર્લ્ડકપમાં કુલ 10 ટીમો હશે, જેની વચ્ચે 19 દિવસમાં ફાઇનલ સહિત 23 મેચ રમાશે. તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની દરેક ટીમને 4-4 મેચ રમવાની રહેશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ત્યારે ચાર ટીમો વચ્ચે પ્લેઓફનો જંગ જામશે.6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચમહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલ્હેટમાં રમાશે. 17 અને 18 ઓક્ટોબરે સેમીફાઈનલ રમાશે. ફાઈનલ 20 ઓક્ટોબરે ઢાકામાં રમાશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1 સામેલ છે. આવી સ્થિતિમાં ટીમ ન્ડિયા 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x